

મોરબીના ખોખરા હનુમાન રોડ પર આવેલ પોલો સર્કલ પાસે પાણીના ટેન્કરે બાઈકને હડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત યુવાનનો જીવ ૧૦૮ ટીમે સમયસુચકતા વાપરી બચાવી લીધો હતો
મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ પોલો સર્કલ પાસે હનુમાન રોડ પર એક હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. પાણી ભરેલા એક ટેન્કર સાથે નીચે મોટરસાયકલ આવી જતાં બાઈક સવાર યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતા ભાનુભાઈ નામના યુવાન અંદાજીત ૨.૫ થી ૩ લાખ જેટલી રકમ લઈને જતા હતા અને અકસ્માત સર્જાયો હતો જેની જાણ થતા ૧૦૮ ટીમ દોડી ગઈ હતી અને તાત્કાલિક સારવાર શરુ કરી દીધી હતી ૧૦૮ ટીમે યુવાનને સમયસર ઓક્સીજન અને જરૂરી મેડીકલ સપોર્ટ કરી જીવ બચાવી લીધો હતો
૧૦૮ ટીમે મોટી રોકડ રકમ પરત આપી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
૧૦૮ ની ટીમે માત્ર દર્દીનો જીવ જ નથી બચાવ્યો, પરંતુ ઉમદા પ્રામાણિકતા પણ દાખવી છે. અકસ્માત સમયે ભાનુભાઈ પાસે રહેલી અઢીથી ત્રણ લાખ રૂપિયાની રોકડા રકમ અને અન્ય કિંમતી સામાન સંપૂર્ણ સુરક્ષિત રીતે તેમના સગા મુલદાન ભાઈ ચારણને હોસ્પિટલના સ્ટાફ સમક્ષ પરત સોંપવામાં આવ્યો હતો.


