નીટની પુનઃ પરીક્ષા પૂર્વે ટેલીગ્રામ બંધ, અફવા-પેપરલીક રોકવા માટે સરકારે નિર્ણય લીધો


ભારત સરકાર દ્વારા આજથી તા. ૨૨ જુન સુધી ટેલીગ્રામને બ્લોક કરવામાં આવ્યું છે સમગ્ર દેશમાં ૨૨ તારીખ સુધી ટેલીગ્રામનો ઉપયોગ થઇ શકશે નહિ આઈટી એક્ટ સેક્શન ૬૯ એ અંતર્ગત ઇલેક્ટ્રોનીક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા ટેલીગ્રામને બેન કરવામાં આવ્યું છે આગામી તા. ૨૧ જુનના રોજ NEET UG ની ફરીથી પરીક્ષા યોજાનાર છે જે પરીક્ષા સંદર્ભે ફ્રોડ પ્રવૃત્તિ રોકવા, ખોટી અફવાઓ ફેલાતી રોકવા અને નકલી પેપર લીક રેકેટને રોકવા માટે સરકારે આ કદમ ઉઠાવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે