કચ્છથી અમદાવાદ કતલખાને ધકેલાતા ૪૫ અબોલ જીવોને ગૌરક્ષકોની ટીમે બચાવી લીધા

ગૌરક્ષકોની ટીમે માળિયા અમદાવાદ હાઈવે પર વોચ ગોઠવી વાહન ઝડપ્યું

 

કચ્છથી અમદાવાદ કતલખાને ધકેલવામાં આવતા ૪૫ અબોલ જીવોને ગૌરક્ષકોની ટીમે બચાવી લીધા હતા વાહન ઝડપી લઈને મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે

 

મોરબી ગૌરક્ષક, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી, રાષ્ટ્રીય સનાતન સેના અને હિંદુ યુવા વાહિની ચોટીલા ગૌરક્ષક અને લીમ્બડી ગૌરક્ષકોની ટીમેને બાતમી મળી હતી કે આજે તા. ૦૮ ના રોજ વહેલી સવારે કચ્છના અંજારથી માળિયા-હળવદ હાઈવે થઈને અમદાવાદ અબોલ જીવોને કતલખાને ધકેલવામાં આવી રહ્યા છે જેથી ટીમે માળિયા હાઈવે પર વોચ ગોઠવી હતી અને ડબલ ડેકર બોલેરો પીકઅપમાં ઉપર નીચે માળ કરીને ૪૫ અબોલ જીવોને ખીચોખીચ ભરીને પરિવહન કરતા વાહનને ઝડપી લેવામાં સફળતા મળી હતી

 

ગૌરક્ષકોની ટીમે પીકઅપ જીજે ૦૧ એલટી ૫૩૬૯ ને ઝડપી લીધું હતું જેમાં કતલખાને લઇ જવાતા ૪૫ અબોલ જીવોને ક્રુરતાપૂર્વક હલનચલન ના કરી સકતે તેવી રીતે બાંધી ઘાસચારો કે પાણીની સુવિધા વિના મળી આવ્યા હતા ડ્રાઈવરની પૂછપરછ કરતા કચ્છ અંજારથી ભર્યા હતા અને અમદાવાદ કતલ કરવા લઇ જતા હોવાનું કબુલ્યું હતું જેથી મોરબી માળિયા પોલીસને જાણ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અને બચાવી લીધેલા જીવોને માળિયા ખાખરેચી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા હતા

 

Leave A Reply

Your email address will not be published.