કચ્છથી માળિયા થઈને અમદાવાદ કતલખાને ધકેલાતા ૧૦ અબોલ જીવને ગૌરક્ષકોની ટીમે બચાવ્યા

બે ઈસમો અને વાહન સહિતનો મુદામાલ ઝડપી લઈને પોલીસને સોપવામાં આવ્યો

 

કચ્છથી માળિયા-હળવદ હાઈવે થઈને અમદાવાદ તરફ વાહનમાં ક્રુરતાપૂર્વક બંધી અબોલ જીવોને કતલખાને ધકેલાતા હોવાની બાતમીને પગલે ગૌરક્ષકોની ટીમે હાઈવે પરથી વાહન ઝડપી લઈને અબોલ જીવોને છોડાવ્યા હતા વાહનમાં સવાર બે ઈસમો અને મુદામાલ પોલીસને સોપવામાં આવ્યો છે

આજે વહેલી સવારે કચ્છ બાજુથી માળિયા થઈને હળવદથી અમદાવાદ તરફ વાહનમાં અબોલ જીવોને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી મળત મોરબી ગૌ રક્ષક, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સહિતની સંસ્થાના કાર્યકરોએ અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી બોલેરો જીજે ૧૨ ઈટી ૩૨૭૮ ગાડીમાં ૧૦ અબોલ જીવ ક્રુરતાપૂર્વક બાંધીને લઇ જવામાં આવતા હતા વાહનચાલકની પૂછપરછ કરતા અમદાવાદ તરફ કતલખાને લઇ જતા હોવાની માહિતી આપી હતી અને કોઈ પરમીટ ના હોવાનું અને કચ્છથી ભરી અમદાવાદ ઉતારવાના હોવાની કેફિયત આપી હતી

ગૌરક્ષકોની ટીમે ૧૦ અબોલ જીવોને છોડાવી વાહન અને પશુ સહિતનો મુદામાલ પોલીસ મથકને સોપ્યો છે અને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.