બેલા (રંગપર) ગામની સીમમાંથી ૮ લાખનો દારૂ-બીયર ભરેલ ટ્રક ઝડપાયો

 

બેલા (રંગપર) ગામની સીમમાં ખોખરા હનુમાન નજીક ટ્રકમાં દારૂનો જથ્થો ભરી મુદામાલ સગેવગે કરાય તે પૂર્વે જ પોલીસ ટીમે રેડ કરી ટ્રકને ઝડપી લીધો હતો ૯૨૪ બોટલ દારૂ અને ૨૬૧૬ બીયરના ટીન મળીને ૮ લાખથી વધુ દારૂ-બીયર અને ટ્રક સહીત ૧૮.૧૬ લાખનો મુદામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે

 

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે બેલા (રંગપર) ગામની સીમમાં ખોખરા હનુંમંદ મંદિર સામે એક ટ્રક જીજે ૨૫ યુ ૮૪૧૧ માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલો છે અને જથ્થો સગેવગે કરવાની પેરવી કરતા હોય જે બાતમીને પગલે ટીમે રેડ કરી હતી બેલા ગામની સીમમાંથી ટ્રક મળી આવતા ટ્રકની તલાશી લેવામાં આવી હતી જે ટ્રકમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૯૨૪ બોટલ કીમત રૂ ૪,૮૩,૩૯૬ અને બીયરના ૨૬૧૬ ટીન કીમત રૂ ૩,૨૭,૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો

 

જેથી તાલુકા પોલીસ ટીમે દારૂ-બીયર ઉપરાંત મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ અને ટ્રક કીમત રૂ ૧૦ લાખ સહીત કુલ રૂ ૧૮,૧૬,૩૯૬ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આરોપી પ્રતિક જીવાભાઈ સોલંકી રહે ધ્રાંગધ્રા જૂની ખરાવળ હરીપર રોડ વાળાને ઝડપી લીધો છે અન્ય આરોપી ધ્રુવ પરમાર રહે મોરબી વાળો અને તપાસમાં ખુલે તે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.