માળીયાના સરવડ ગામમાં દુકાનમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

માળીયાના સરવડ ગામે દરજીની દુકાને જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માળીયા પોલીસે બાતમીના આધારે રેડ કરી સરવડ ગામે હરીભાઇ વલમજીભાઇ પીઠડીયા વાળાની દરજીની દુકાને રેડ કરીને હરીભાઇ વલમજીભાઇ પીઠડીયા, રમેશભાઇ ભગવાનજીભાઇ કાવર, હિંમતભાઇ રતીલાલભાઇ લોદરીયા, રમેશભાઇ વાઘજીભાઇ વરસડા અને રમેશભાઇ મહાદેવભાઇ આદ્રોજાને પકડી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૫૬,૯૬૦ રોકડા જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.