



મોરબીના કબ્રસ્તાન નજીક દીવાલ પાસે યુવાન લઘુશંકા કરવા ગયો હતો ત્યારે બસ રોડ પર પાર્ક કરેલી હોયને દીવાલ તથા બસ વચ્ચેની જગ્યામાં લઘુશંકા કરતા યુવાન પર બસનો પાછળનો ટાયરનો જોટો ફેરવી દેતા યુવાનનું ગંભીર મોત થયું હતું
મૂળ નેપાળના વતની હાલ મોરબીના બેલા ગામ નજીક વિનઆર્ટ પેકેજીંગ કારખાનામાં કામ કરતા ચંદન જગત બડુવાલ વાળાએ આઈસર બસ જીજે ૦૩ બીઝેડ ૫૪૩૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના કાકાનો દીકરો ગોપીન્દ્ર ઉર્ફે ગોપાલ પદમ બડુવાલ પણ તેની સાથે મોરબીમાં રહીને મજુરી કામ કરે છે ગત તા. ૧૬ જુલાઈના રોજ કાકાનો દીકરો ગોપીન્દ્ર મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પર એપાર્ટમેન્ટ સામે કબ્રસ્તાનની દીવાલ પાસે લઘુશંકા કરવા ગયો હતો
જ્યાં આઈસર કંપનીની બસ જીજે ૦૩ બીઝેડ ૫૪૩૬ વાળી પાર્ક કરેલી હતી અને બસના ચાલકે બસની આજુબાજુ જોયા વગર બસ હંકારતા ગોપીન્દ્રને બસના પાછળના ટાયરના જોટા માથે ચડાવી દઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી ચાલક નાસી ગયો હતો સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે