વાંકાનેર : વતનમાં જવું હોય, અહી ગમતું ના હોવાથી યુવાને ગળેફાંસો ખાઈ લીધો

 

સરતાનપર ગામની સીમમાં આવેલ સિરામિકમાં રહીને મજુરી કરતા યુવાનને વતનમાં જવું હોય અને મનમાં લાગી આવતા પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું

 

મૂળ મધ્યપ્રદેશના વતની હાલ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં  રવિ સ્ટોન માઈક્રોન સિરામિકની લેબર કોલોનીમાં રહીને મજુરી કરતા સચિન રૂમાલભાઈ બારિયા (ઉ.વ.૨૨) નામના યુવાને તા. ૨૯ ના રોજ પોતાની રૂમ બંધ કરી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાનને વતન યાદ આવતું હતું અહી બરાબર ગમતું ના હતું અને વતનમાં જવું હોય જેથી મનમાં લાગી આવતા અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.