હળવદ : માર્કેટ રેટથી ૪૦ ટકા ઓછા ભાવે સોના-ચાંદીની લાલચે ૫ લાખની ઠગાઈ

બે અજાણ્યા સહીત ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

 

 

હળવદના સુખપર ગામે માર્કેટ ભાવથી ૪૦ ટકા ઓછા ભાવે સોનાનો હાર અને ચાંદીના સિક્કા આપવાની લાલચ આપી વેપારી સાથે રૂ ૫ લાખની ઠગાઈ કરવામાં આવી હતી પોલીસે બે અજાણ્યા સહિતના ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

રાજસ્થાનના વતની હાલ હળવદના સુખપર ગામની સીમમાં રહીને વેપાર કરતા સવાઈરામ ઉર્ફે પંડિતજી બજરંગલાલ ઉપાધ્યાય (ઉ.વ.૨૫) નામના યુવાને આરોપી વિજય સોમાભાઈ ભાલીયા રહે રાણપુરના અણીયારી રોડ પર ખ્વાજા પાર્ક અને તેની સાથેના બે અજાણ્યા પુરુષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી વિજય અને અન્ય બે અજાણ્યા ઇસમોએ ગુનાહિત કાવતરું રચી પોતાને રેલવેના ખોદકામ દરમિયાન ચાંદીના સિક્કા આશરે ૩ કિલો વજનના અને સોનાનો હાર ૧ કિલો વજનનો મળ્યો છે અને તે ફરિયાદી વેપારીને માર્કેટ ભાવથી ૪૦ ટકા ઓછા ભાવે આપવાની લાલચ આપી રૂપિયા ૩ લાખ ફરિયાદીની દુકાનેથી તેમજ ૨ લાખ હાસલપુર ચોકડી પાસે સ્મશાનમાં એમ કુલ રૂ ૫ લાખ મેળવી ઠગાઈ કરી હતી અને ખોટા સોનાનો હાર આપી ચીટીંગ કરી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.