વાંકાનેર નેશનલ હાઈવે પર કાર ચાલકે પાછળથી ઠોકર મારતા છકડો રીક્ષાચાલકનું મોત

 

વાંકાનેર નેશનલ હાઇવે પર છકડો રીક્ષા ચાલક સહીત બે વ્યક્તિઓ જતા હતા ત્યારે કાર ચાલકે પાછળથી છકડો રિક્ષાને ઠોકર મારી હતી જે અકસ્માતમાં છકડો ચાલકનું મોત થયું હતું જયારે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

વાંકાનેરના હસનપરના રહેવાસી લાલજીભાઈ ઉર્ફે લાલો ઘોઘાભાઇ ટોટા (ઉ.વ.૩૪) વાળાએ કાર જીજે ૩૬ એઆર ૭૮૮૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી છકડો રીક્ષા જીજે ૦૩ ઝેડ ૪૧૮૬ માં બેસીને જતો હતો વાંકાનેર નેશનલ હાઈવે પર સીમસ્ટોન સીરમીકથી થોડે આગળ પહોંચતા કાર ચાલકે પુરઝડપે આવી પાછળથી છકડો રિક્ષાને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદી લાલજીભાઈને ઈજા પહોંચી હતી તેમજ છ્ક્રડો રીક્ષાના ચાલકને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.