મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ સ્ટેશન રોડ પરથી ઝડપાયો

 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા ઈસમને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે સ્ટેશન રોડ પર આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર પાસેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી જીલ્લામાં નાસતા ફરતા, પેરોલ જંપ અને જેલ ફરારી આરોપીને ઝડપી લેવા સ્પે. ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હોય જે અંતર્ગત એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ આરોપી સલીમ જુસબ કટિયા રહે મચ્છીપીઠ મોરબી વાળો હાલ મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર પાસે હોય જેથી ટીમે સ્થળ પરથી આરોપી સલીમ કટિયાને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી એ ડીવીઝન પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

 

Leave A Reply

Your email address will not be published.