લક્ષ્મીનગર નજીક પાર્કિંગમાં રહેલ LPG ટેન્કરની કેબીનમાં આગ લાગતા દોડધામ

 

મોરબી-માળિયા હાઈવે પર આવેલ લક્ષ્મીનગર ગામ નજીક પાર્કિંગમાં રાખેલ LPG ટેન્કરની કેબીનમાં આગ લાગી હતી જે અંગે જાણ થતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો LPG ટેન્કરની કેબીનમાં આગ લાગી ત્યારે આજુબાજુમાં અન્ય વાહનો પણ પડેલા હતા અને અન્ય વાહનમાં આગ પ્રસરે તે પૂર્વે મોરબી ફાયર ટીમે કાબુ મેળવી લીધો હતો LPG ટેન્કર ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી

 

Leave A Reply

Your email address will not be published.