વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે પેટ્રોલપંપમાં નોકરી કરતા પ્રૌઢનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસે આવેલ ભારત પેટ્રોલપંપની ઓફિસમાં એક પ્રૌઢને હાર્ટ એટેક આવતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેરના આંબેડકરનગર શેરી નંબર-૫ માં રહેતા ૪૪ વર્ષીય અશોકભાઇ અમુભાઇ સીતાપરા જીનપરા જકાતનાકા પાસે આવેલ ભારત પેટ્રોલપંપની ઓફિસમાં હતા. તે દરમિયાન તેમને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.