હળવદ : ટ્રક ચાલકે પિતા-પુત્રના બાઈકને ટક્કર મારી, ગુપ્ત ભાગે ઈજા પહોંચતા સગીર પુત્રનું મોત

 

સરા ચોકડી પાસેથી પિતા-પુત્ર બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં ૧૨ વર્ષના સગીર પુત્રને ગંભીર ઈજા પહોંચતા મોરબી સારવાર માટે ખસેડાયો હતો અને સારવારમાં મોત થયું હતું

 

મૂળ નર્મદા જીલ્લાના વતની હાલ હળવદ તાલુકાના રાણેકપર ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા સંજયભાઈ ચંદુભાઈ ભીલ (ઉ.વ.૩૮) નામના યુવાને ટ્રક જીજે ૧૨ બીઝેડ ૯૦૮૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬ ના રોજ સવારે ફરિયાદી અને પુત્ર કલ્પેશ (ઉ.વ.૧૨) બંને શક્તિનગર નકલંક ધામ મંદિરે અષાઢી બીજ હોવાથી દર્શન કરવા જવા નીકળ્યા હતા બાઈક જીએ ૨૩ બીએચ ૬૪૬૯ ફરિયાદી ચલાવતા હતા અને પુત્ર પાછળ બેઠો હતો હળવદ સરા ચોકડી પાસે પહોંચતા પુરપાટ આવતા ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારી હતી જેથી પિતા અને પુત્ર બંને રોડ પર પડી ગયા હતા

 

દીકરા કલ્પેશને ગુપ્ત ભાગે ઈજા પહોંચતા લોહી નીકળવા લાગ્યું હતું અને માથામાં તેમજ હાથની કોણી પાસે વાગ્યું હતું ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત મોરબી લઇ ગયા હતા અને મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર આપી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવા ડોકટરે જણાવ્યું હતું અને એમ્બ્યુલન્સમાં રાજકોટ જતા હતા ત્યારે મોરબીથી ચારેક કિમી દુર પહોંચતા દીકરા કલ્પેશની તબિયત વધુ બગડતા મોરબી લાવ્યા હતા જ્યાં સરકારી હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસને મૃત જાહેર કર્યો હતો હળવદ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.