મોરબી કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

મોરબી, માળિયા અને ટંકારાના ૫ ગામો માટે રૂ. ૬૪.૩૬ લાખના નવા સંપ, પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને કૂવા સહિતના પાણી પુરવઠાના વિકાસકામો મંજૂર

 

મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ’ તેમજ ‘પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ’ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

 

આ બેઠકમાં મોરબી, માળિયા અને ટંકારા તાલુકાના ૫ ગામોમાં પીવાના પાણીની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા અર્થે નવા સંપ, નેટવર્ક જોડાણ, પાઇપલાઇન, પમ્પિંગ મશીનરી, ટ્રાયલ બોર અને કૂવા નિર્માણ સહિત કુલ રૂ. ૬૪,૩૬,૫૫૪ ના વિકાસકામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, કલેક્ટરએ જિલ્લામાં પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા, ડેમોમાં ઉપલબ્ધ પાણીનો જથ્થો, પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ્સ, પાણીવેરા પ્રોત્સાહક યોજના તથા નાગરિકોના આરોગ્યની સુરક્ષા અર્થે પાણીનું નિયમિત અને યોગ્ય ક્લોરિનેશન સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.

 

Leave A Reply

Your email address will not be published.