હળવદના શ્રી કૃષ્ણનગરમાં સિદ્ધનાથ યુવા ગ્રુપ મંડળ દ્વારા ભવ્ય ઇનામ વિતરણ સમારોહ યોજાયો

હળવદરના શ્રી કૃષ્ણનગર ખાતે સિદ્ધનાથ યુવા ગ્રુપ મંડળ દ્વારા ભવ્ય ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ જગતને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીમાં અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધારવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સમાજબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના ઉમદા અભિગમને મહત્વ આપવામાં આવ્યું હતું. આવા કાર્યક્રમો થકી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે નવી ઊર્જા, આત્મવિશ્વાસ અને આગળ વધવાની પ્રેરણા મળે છે. સમાજના તેજસ્વી ભવિષ્યના નિર્માણમાં શિક્ષણનું મહત્વ સમજાવી યુવા પેઢીને પ્રોત્સાહિત કરવાનો આ પ્રયાસ સરાહનીય રહ્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અશોકભાઈ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આયોજનને સફળ બનાવવા ટીમે જહેમત ઉઠાવી હતી, જેને ઉપસ્થિત સમાજના આગેવાનો અને સમાજબંધુઓએ બિરદાવ્યું હતું. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, સમાજના આગેવાનો અને સમાજબંધુઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.