




હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામ ખાતે આવેલા હનુમાનજી મંદિરના મકાનમાં આધેડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના જુના વેગડવાવ ગામે ખીજડીયા હનુમાનજી મંદિરના મકાનમાં રહેતા મૂળ માળિયા મિયાણાના જુના ઘાટીલા ગામના રહેવાસી કિશોરભાઈ જગદિશભાઈ લાંઘણોજા (ઉ.વ. ૫૦) એ કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માત મોત અંગેની નોંધ કરી આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ હાથ ધરી છે.
