મોરબીના જોધપર મચ્છુ-૨ ડેમમાં પડતું મૂકી મહિલાનો આપઘાત

મોરબીના રવાપર રોડ પર આવેલા તુલસી હાઇટ્સમાં રહેતા ૫૮ વર્ષીય મહિલા જોધપર નદી મચ્છુ-૨ ડેમમાં પડતું મૂકી આત્મહત્યા કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના રવાપર રોડ પરના તુલસી હાઇટ્સમાં રહેતા હંસાબેન મનસુખભાઈ લાણીયા (ઉ.વ. ૫૮) જોધપર નદી મચ્છુ-૨ ડેમમાં પડતું મુકીને આત્મહત્યા કરી હતી. નાની દીકરીની સગાઇ તૂટી જવાથી લાગી આવતા આ અંતિમ પગલું ભર્યું હોવાની સુત્રો પાસેથી માહિતી મળી છે. આ અંગે મોરબી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.