




મોરબીના અયોધ્યાપૂરી રોડ સ્થિત શ્રી જલારામ ધામ ખાતે આજે પ.પુ. સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૭ મી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષથી જેમ આ વર્ષે પણ વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરી સમાજના રીયલ હીરોની કામગીરીને સમાજ સુધી પહોંચાડી સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો
મોરબીના શ્રી જલારામ ધામ ખાતે છેલ્લા ૧૫ વર્ષથી વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરવામાં આવે છે આ વર્ષે શહેરમાં ઘરે ઘરે પાણી પહોંચાડનાર પાણીનો વાલ્વ ખોલનાર વાલ્વ મેનના હસ્તે કેક કટિંગ કરાવવામાં આવ્યું હતું જલારામ ધામ ખાતે અગ્રણીઓની ઉપસ્થિતિમાં વાલ્વ મેનના હસ્તે કેક કટિંગ કરવામાં આવી હતી અને શ્રી જલારામ બાપાની ૨૨૭ મી જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી


