




હળવદ શહેરના પવિત્ર શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે લોકઆસ્થાના પર્વ છઠ્ઠ પૂજાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સામૂહિક છઠ્ઠ પૂજાનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી છઠ્ઠી મૈયાની પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
આ ધાર્મિક આયોજનમાં આશરે ૧૫ બહેનો અને એક ભાઈ સહિત કુલ ૧૬ જેટલા ભક્તોએ છઠ પૂજાનું વ્રત ધારણ કર્યું હતું. વ્રતધારીઓએ પોતાના સંતાનોના સુખી, સ્વસ્થ અને દીર્ઘાયુષ્ય જીવન તેમજ પતિના લાંબા આયુષ્ય અને પરિવારની સુખ-સમૃદ્ધિ માટે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે સૂર્યદેવ તથા છઠ્ઠી મૈયાની આરાધના કરી હતી.
હળવદના શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા આ સામૂહિક ધાર્મિક આયોજનથી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિએ ધાર્મિક એકતા, પરંપરા અને સામૂહિક આસ્થાનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું હતું. છઠ્ઠી મૈયા અને સૂર્યદેવની આરાધના સાથે સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા અને ભક્તિના રંગે રંગાયો હતો.
મયુર રાવલ હળવદ



