હળવદના સુખપર ગામની વાડીમાં ઝેરી દવા પી લેતા આધેડનું મોત

હળવદના સુખપર ગામની વાડીમાં કામ કરતા વૃદ્ધ શ્રમિકે અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું.

મળતી વિગતો મુજબ, હળવદના સુખપર ગામની ગર્તી સીમ વિસ્તારમાં આવેલી વાડીએ મૂળ નર્મદા (રાજપીપળા) ના વતની અને હાલ સુખપર ગામની ઉક્ત વાડીએ રહેતા છોટુભાઈ ઉર્ફે શૈલેષભાઈ ભાણાભાઈ વસાવા (ઉં.વ. આશરે ૬૫) એ કોઈપણ કારણસર પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેમનું મોત થયું હતું. આ અંગે વાડી માલિકએ પોલીસને જાણ કરતા હળવદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.