



આગામી મંગળવારે તા. ૨૪ ના રોજ શ્રી ગુરુ નાનક જયંતી નિમિતે મોરબી સિંધી સમાજ દ્વારા કીર્તન, અખંડ પાઠ, લંગર પ્રસાદ અને શોભાયાત્રા સહિતના કાર્યક્રમોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે
સમસ્ત સિંધી સમાજ મોરબી દ્વારા તા. ૨૪-૧૧-૨૦૨૬ ને મંગળવારના રોજ શ્રી ગુરુ નાનક જયંતીની ઉજવણી કરવામાં આવશે જેં તા. ૨૪ ને મંગળવારના રોજ સવારે ૫ થી ૬ કલાક સુધી નિતનેમ, આશાદી વાર અને કીર્તન અને અરદાસ થશે સવારે ૯ : ૩૦ કલાકે અખંડ પાઠ સાહેબની સમાપ્તિ થશે તેમજ બપોરે ૧૨ : ૩૦ કલાકે લંગર પ્રસાદ યોજાશે અને સાંજે ૫ કલાકે શોભાયાત્રા શ્રી ગુરુ નાનક દરબાર સિંધુ ભવનથી નીકળશે તે ઉપરાંત રાત્રે ૧૦ : ૩૦ કલાકે કથા, કીર્તન, સીમરન સાથે રાત્રે ૧ : ૨૦ કલાકે ફૂલોની વર્ષા કરી શ્રી ગુરુનાનક દેવ્જીનો જન્મ ઉત્સવ મનાવવામાં આવશે
