ધર્મરક્ષા સંદેશ સાથે હળવદમાં ભવ્ય ધર્મસભા યોજાઈ : “ધર્મ વિહિન શિક્ષણ અધૂરૂં” – શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીનો સંદેશ

 

હળવદ ખાતે આગામી દિવસોમાં કરોડોના ખર્ચે નિર્માણ પામી રહેલા ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર તથા  શિવાય સિટીના  ભૂમિપૂજન પ્રસંગ બાદ “શિવાય સિટી”માં વિશાળ હિંદુ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દ્વારકા પીઠાધિશ્વર શંકરાચાર્ય ટ્રસ્ટના પ્રતિનિધિ દંડી સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે ઉપસ્થિત હજારો હિંદુ સમાજજનોને ધર્મ, શિક્ષણ અને સંસ્કૃતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

જેમાં જણાવાયું હતું કે “આજની શિક્ષણ વ્યવસ્થામાં ધર્મશિક્ષણનો અભાવ” – ચિંતા વ્યક્ત કરી હતી ધર્મસભામાં પ્રવચન આપતાં સ્વામીજી દ્વારા જણાવવામાં આવ્યું કે આજની શિક્ષણ વ્યવસ્થામાં ધર્મની શિક્ષા આપવામાં આવતી નથી. તેમણે વાલીઓને સંબોધતા કહ્યું કે જ્યાં ધાર્મિક પ્રતીકો જેમ કે ચાંદલો, ચોટી, કલાવો કે તિલક પર પ્રતિબંધ હોય તેવી શાળાઓમાં બાળકોને મોકલવા અંગે વિચાર કરવો જોઈએ. “પોતાની શાળાઓ સ્થાપો, ધર્મસંસ્કૃતિ બચાવો” – આહવાના કર્યું હતું. સ્વામીજીએ સમાજના સમૃદ્ધ વર્ગ અને બિલ્ડરોને સંબોધીને કહ્યું કે જેમ તેઓ મોટી સોસાયટીઓ, હોસ્પિટલ અને ઇમારતો બનાવે છે, તેમ પોતાના સમાજ માટે આધ્યાત્મિક મૂલ્યો આધારિત શાળાઓ પણ સ્થાપવી જોઈએ.તેમણે  શિશુ મંદિર જેવી સંસ્થાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે આવી શાળાઓમાં ધાર્મિક પરંપરાઓને માન આપવામાં આવે છે, પરંતુ આવી સંસ્થાઓની સંખ્યા હજુ પણ ઓછી છે. “સનાતન ધર્મની રક્ષા માટે સંગઠિત પ્રયાસ જરૂરી”ધર્મસભામાં ઉપસ્થિત લોકોને સંબોધતા તેમણે કહ્યું કે વિવાદ કે વિરોધના બદલે રચનાત્મક માર્ગ અપનાવવો જોઈએ. તેમણે પ્રસિદ્ધ સંદેશ આપતા કહ્યું:“નાની લાઇન ભૂંસવા કરતા તેની આગળ મોટી લાઇન ખેંચવી વધુ યોગ્ય છે.”આ સાથે તેમણે સમાજને ટ્રસ્ટ અને સંસ્થાઓ દ્વારા શિક્ષણ ક્ષેત્રે આગળ આવી સનાતન સંસ્કૃતિ અને ધર્મની રક્ષા કરવા આહ્વવાન કર્યું હતું

હજારો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ હતી.ધર્મસભામાં હિંદુ સમાજના હજારો લોકોની હાજરી જોવા મળી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક વાતાવરણ અને જયઘોષ સાથે પૂર્ણ થયો હતો.

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.