

તારીખ ૧૧/૫/૨૦૨૬ ને સોમવારે પટેલ સમાજવાડી શનાળા ખાતે રાત્રે ૮.૦૦ થી ૧૧.૩૦ સુધી પ્રખ્યાત વૈદ્યરાજ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથાનું આયોજન કરેલ છે. અમે મોરબીની આરોગ્યપ્રિય જનતાને આ કથા સાંભળવા માટે ખાસ આગ્રહ કરીએ છીએ, સાથે સાથે નજીકના ગામમાં વસતા ભાઇઓ બહેનોને પણ કથાનો લાભ લેવા ખાસ ભલામણ છે.
કથા સ્થળે બાર જેટલા સ્ટોલ પણ રાખેલ છે. આ સ્ટોલમાં હાથેથી બનાવેલી માટીની તાવડી પાટીયા કુંડા, દેશી ઘાણીનુ કાળા તથા સફેદ ઓર્ગેનિક તલનું તેલ કોપરેલતેલ મગફળીનું તેલ, આયુર્વેદ પાવડર ચુર્ણ, હરડે બહેડા આમળા અરીઠા શિકાકાઈ ત્રિફળા ચૂર્ણ, સંચળ પાવડર, સિંધાલૂણ, એલોવેરા, લીમડો, તુલસી, કેસુડાના સાબુ, ફુલ છોડના કલમી રોપા ૨૬ પ્રકારના ગુલાબ મોગરો ચંપો કેવડો ગલગોટા દેશી ખાતર ઈન્ડોર આવુટડોર પ્લાન્ટ, ઓર્ગેનિક મેથી, દવા વગરના શાકભાજી, ફળ, દેશી ગીર ગાયનું ઘી-દૂધ બોટલ, મુખવાસ વગેરેનું વેચાણ થશે. ઓર્ગેનિક તથા પ્રકૃતિ પ્રેમી લોકોને આવી વસ્તુઓ ખરીદી સ્ટોલ ધારકોને પ્રોત્સાહન આપવા વિનંતી, પ્લાસ્ટિક થેલીનો વપરાશ ઘટાડવા દરેકે કપડાંની થેલી સાથે લાવવા વિનંતી.
કથા સ્થળે શાંતિ રહે માટે તમામને મોબાઈલ ફોન સ્વીચ ઓફ કે સાયલન્ટ કરવા નમ્ર વિનંતી છે. વોટરબેગ સાથે લઇને આવશો તો પાણી પીવા ઉઠવાની જરૂર નહીં પડે. આયોજક તરફથી કથાને અંતે ઓર્ગેનિક વરિયાળી તથા ઓર્ગેનિક ખાંડથી તૈયાર કરેલ વરિયાળી સરબતની વ્યવસ્થા કરેલ છે. ગળો કટીંગ, નગોડ કટીંગ, બીલ્વફળ તથા ગરમાળાની શીંગ પણ ફ્રીમાં મળશે. વૈદ્ય શ્રી કોરડિયાભાઈ તરફથી મફત આંખમાં નાખવાના ટીપાં(નેત્ર બિંદુ) આપવામાં આવશે.
આપ આ આયુર્વેદ કથામાં પધારી નિરોગી અને સ્વસ્થ જીવન વ્યતિત કરો તેવી શુભ ભાવના સાથે
– પ્રાણજીવન કાલરિયા, મોરબી 9426232400




