પૂ. ગ.આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી આદિ ઠાણાની મયુર પુરી મોરબીથી ધર્મયાત્રાના સંભારણા સાથે વિદાય.

 

૮૧ દિવસ મોરબીમાં અવિસ્મરણીય ધર્મ પ્રભાવના કરનાર પૂ. ગચ્છાધિપતિ આચાર્ય સાધના સમ્રાટ પૂ. ભાવચંદ્રજી સ્વામીના ૠણ સ્વિકાર તથા નાના મોટા સહુના દિલ જીતનાર ગુરુદેવો ના વિદાય સંભારણા  “ભાવ સ્પર્શ” કાર્યક્રમ તા. ૬, શનિવારે સવારે ૭.૩૦ વાગ્યે મણીબેન પ્રભાશંકર શેઠ જૈન પૌષધ શાળામાં આયોજન કરવામાં આવેલ છે. તેમાં મોરબીના સમસ્ત ભાવિકોને પધારવા એક યાદીમાં જણાવેલ છે

છેલ્લો દિવસ છે સમય સમજીને સમયસર આવજો, ગુરુ ભક્તિ ના અહેસાસ થી સુપર સેટર-ડે બનાવજો ત્યારબાદ લિટલ એન્જલસ નાના બાળકો માટે સ્પેશિયલ જ્ઞાન સત્ર સવારે ૯-૧૫ થી ૧૧-૧૫ બે કલાક માટે ગુરૂદેવ ના સાનિધ્ય માં જૈન પાઠશાળા માં જતા કુમાર – કુમારિકાઓ તેમજ તે સિવાય ના ટીનેજર સ્કૂલ ખુલ્યા પહેલા આ ખાસ કાર્યક્રમ માં આવી ગુરુદેવ ના આશીર્વાદ લેવા આવે તે માટે ખાસ પ્રવચન નું આયોજન કરવામાં આવેલ છે.

Leave A Reply

Your email address will not be published.