

આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૬-૨૦૨૬ ગુરુવાર ના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૨૦૦ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૮૦ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા.
શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.
પ્રવર્તમાન માસ નો કેમ્પ સ્વ.પ્રભુદાસભાઈ નરશીભાઈ ખખ્ખર (હ.પ્રવિણભાઈ, સંજયભાઈ, નિલેશભાઈ) પરિવાર ના સહયોગથી યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ ધામ ખાતે ગત ૫૬ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૧૫૭૪૪ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૭૨૩૮ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૨૦૦ લોકોએ લાભ લીધો હતો તેમજ ૮૦ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માટે રવાના કરવામાં આવ્યા હતા.



