વાંકાનેરના ઓળ ગામે સભામાં રાજ્યસભા સાંસદની હાજરીમાં મારામારી, ગ્રામજને પ્રશ્ન પૂછતાં ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા

 

વાંકાનેર તાલુકાના ઓળ ગામમાં રાજ્યસભા સાંસદની હાજરીમાં ચુંટણી સભામાં ગ્રામજને પ્રશ્ન પૂછી લેતા આગેવાનો ઉશ્કેરાઈ ગયા હતા અને મારામારી તેમજ ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા જે વિડીયો વાયરલ થયો છે

 

વાંકાનેર તાલુકાના ઓળ ગામે રાત્રીના ભાજપની ચુંટણી સભા ચાલી રહી હતી ત્યારે એક ગ્રામજને પ્રશ્નો પૂછતાં આગેવાનો ઉશ્કેરાઈ ગયા હતા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ચુંટણી સભામાં હાજર હતા જોકે આગેવાનોએ કોઈની શેહશરમ રાખ્યા વિના પ્રશ્ન પૂછનાર ગ્રામજન સાથે મારામારી અને ઝપાઝપી કરી હતી

 

જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ત્યારે શિસ્તબદ્ધ પાર્ટી તરીકે ઓળખાતી ભાજપની ચુંટણી સભામાં રાજ્યસભા સાંસદની સભામાં આવા દ્રશ્યો કેટલી હદે વ્યાજબી કહેવાય તે મોટો પ્રશ્ન છે અને ચુંટણી સમયે તો નેતા હાથમાં આવતા હોય છે ત્યારે નાગરિકો પોતાના પ્રશ્નો રજુ ના કરે તો ક્યારે કરે તે પણ નેતાઓ અને આગેવાનોએ સમજવું જોઈએ

 

 

Leave A Reply

Your email address will not be published.