


શહેરની ગુલશન પાર્ક સોસાયટીમાં કોઈપણ પ્રકારની ડીગ્રી વિના દર્દીઓની સારવાર કરી મનુષ્ય જિંદગી જોખમમાં મુકનાર બોગસ ડોક્ટરને પોલીસ ટીમે ઝડપી લઈને દવાઓ અને સાધનો સહીત રૂ ૩૦૦૦ નો મુદામાલ કબ્જે લીધો છે
મૂળ રાજસ્થાનનો વતની હાલ વાંકાનેરની ગુલશન પાર્ક સોસાયટીમાં રહેતો જાકીરખાન બસીરખાન પઠાણ નામનો ઇસમ ડીગ્રી વિના દર્દીઓની સારવાર કરતો હોવાની બાતમીને પગલે વાંકાનેર સીટી પોલીસ ટીમે રેડ કરી હતી ગુલશન પાર્ક સોસાયટીમાં આરોપી જાકીરખાન પઠાણને ઝડપી લીધો હતો જે ઇસમ પોતાના દવાખાનામાં કોઈપણ પ્રકારની ડીગ્રી વગર દર્દીઓની સારવાર કરી મનુષ્ય જિંદગી જોખમાય તે રીતે પ્રેક્ટીસ કરતો મળી આવ્યો હતો પોલીસે દવાખાનામાંથી દવાનો જથ્થો અને મેડીકલ સાધનો સહીત કુલ રૂ ૩૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી વિરુદ્ધ BNS ૨૦૨૩ ની કલમ ૧૨૫ અને ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ ૧૯૬૩ ની કલમ ૩૦,૩૩ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે