ટંકારામાં અમારી બાતમી આપશ કહીને યુવાનને મારી નાખવાની ધમકી

 

ખીજડીયા ચોકડીથી અમરાપર રોડ પર યુવાન પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે બે ઇસમોએ રોકીને અમારી બાતમી આપે છે કહીને માથાકૂટ કરી પાઈપ વડે માર મારી અન્ય બે ઇસમોને બોલાવી ચારેય ઇસમોએ ગાળો આપી પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જઈશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

 

ટંકારાના કલ્યાણપર રોડ પર રહેતા હાજીશા ઉર્ફે મુન્નો હુશેનશા સોહવર્દી (ઉ.વ.૩૩) નામના યુવાને આરોપીઓ હબીબ ઇશા અબ્રાણી, ઇમરાન હબીબ અબ્રાણી, આમદ ઇશા અબ્રાણી અને અવેશ આદમ અબ્રાણી રહે બધા ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ખીજડીયા ચોકડીથી અમરાપર રોડ પર બાઈક લઈને જતો હતો ત્યારે હબીબ અને ઇમરાન એમ બંને ઇસમોએ યુવાનનું બાઈક રોકી કેમ અમારી બાતમી આપશ કહીને ગાળો આપી લોખંડ પાઈપ વડે પગમાં મારી તેમજ લાકડી વડે મારી ઈજા કરી હતી અને અન્ય બે ઇસમોને બોલાવ્યા હતા જેને આવી ગાળો આપી બધા ઇસમોએ તું પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા જઈશ તો તને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.