મોરબી જીલ્લા પોલીસ દ્વારા જપ્ત કરેલ ૪.૨૫ કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો

 

મોરબી જીલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા અલગ અલગ રેડ દરમીયાન પકડવામાં આવેલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો એસડીએમ, ડીવાયએસપી અને નશાબંધી વિભાગના અધિકારીની ઉપસ્થિતિમાં ૪.૨૫ કરોડના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો

 

સરહદી રેંજ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને મોરબી પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા વિદેશી દારૂના મુદામાલનો નાશ કરવાની સુચના મળી હતી જેને પગલે એસ.ડી.એમ મોરબી પ્રવીણસિંહ જેતાવતના અધ્યક્ષસ્થાને, ડીવાયએસપી એસ એચ સારડા, ડીવાયએસપી જે એમ આલ, નશાબંધી સબ ઇન્સ્પેકટર એસ સી વાળાના સુપરવિઝન હેઠળ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો

 

મોરબી જીલ્લાના સીટી એ ડીવીઝન, સીટી બી ડીવીઝન તેમજ મોરબી તાલુકા અને ટંકારા પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ગુનામાં ઝડપી લેવામાં આવેલ વિદેશી દારૂનો નાશ જાંબુડિયા વીડી ખાતે કરવામાં આવ્યો હતો સરકારી પંચો સાથે વિડીયોગ્રાફી કરી રોડ રોલર ફેરવી ઈંગ્લીશ દારૂની ૯૦,૯૫૩ બોટલ કીમત રૂ ૪,૨૫,૦૫,૫૩૮ ના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો

 

Leave A Reply

Your email address will not be published.