

મોરબી અને વાંકાનેર પંથકમાં ત્રણ અપમૃત્યુના બનાવોમાં ત્રણ યુવાનોના મોત મામલે મોરબી અને વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
પ્રથમ બનાવમાં મોરબીના પીપળી રોડ બેલા ગામની સીમમાં અંકિત સીલીકોન સિરામિકમાં કામ કરતા હિવાકર સંતરામ (ઉ.વ.૧૯) નામના યુવાન તા. ૨૬ ના બપોરે ગરમ પાણીની કુંડીમાં અકસ્માતે પડી જતા મોત થયું હતું બીજા બનાવમાં મોરબીના સો ઓરડી ચામુંડાનગરના રહેવાસી કિરણકુમાર ખેંગારભાઈ મકવાણા (ઉ.વ.૩૨) નામના યુવાનને બીમારી સબબ રાજકોટ હોસ્પિટલ ખસેડાયા હતા રાજકોટ સરકારી હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું
ત્રીજા બનાવમાં મૂળ યુપીના વતની હાલ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં અમોરા ટાઈલ્સના લેબર ક્વાર્ટરમાં રહીને મજુરી કરતા અમિતસિંહ શિવકુમારસિંહ પરિહાર (ઉ.વ.૨૩) નામના યુવાન કારખાનામાં ફીટરનું ઇલેક્ટ્રિક ગ્રાઈન્ડર વડે લોખંડ કાપવાનું કામ કરતા હતા ત્યારે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત થયું હતું