ભારે વરસાદના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત


અમદાવાદ-વીરમગામ રેલ સેક્શનમાં પાણી ભરાવાને કારણે તેમજ બિલીમોરા-વઘઈ નેરોગેજ રેલ સેક્શનમાં ટ્રેક ધોવાઈ જવાને કારણે રાજકોટ ડિવિઝન સંબંધિત કેટલીક ટ્રેનોના સંચાલનમાં કામચલાઉ ફેરફાર કરવામાં આવ્યા છે.
❌ સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો
1) ટ્રેન નંબર 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ, તારીખ 25 જુલાઈ 2026 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
2) ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ, તારીખ 26 જુલાઈ 2026 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
3) ટ્રેન નંબર 59552 ઓખા-રાજકોટ પેસેન્જર, તારીખ 25 જુલાઈ 2026 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
4) ટ્રેન નંબર 59551 રાજકોટ-ઓખા પેસેન્જર, તારીખ 25 જુલાઈ 2026 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
પુનઃનિર્ધારિત (રી-શેડ્યૂલ) કરાયેલી ટ્રેનો
1) ટ્રેન નંબર 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ, તારીખ 25 જુલાઈ 2026 ના રોજ તેના નિર્ધારિત સમય સવારે 05:25 વાગ્યાના સ્થાને સવારે 07:30 વાગ્યે સાબરમતીથી ઉપડશે અને તેના મૂળ માર્ગ પરથી જ દોડશે.
2) ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, તારીખ 25 જુલાઈ 2026 ના રોજ તેના નિર્ધારિત સમયના સ્થાને સાંજે 19:10 વાગ્યે ઉપડશે. આ ફેરફાર તેની પેરીંગ રેક 8 કલાકથી વધુ મોડી આવવાને કારણે કરવામાં આવ્યો છે.
🔄 અંશતઃ રદ / શોર્ટ ઓરિજિનેટેડ ટ્રેન
1) ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ, તારીખ 25 જુલાઈ 2026 ના રોજ વડોદરાથી રાજકોટ વચ્ચે અંશતઃ રદ રહેશે. આ ટ્રેન રાજકોટથી જામનગર માટે શોર્ટ ઓરિજિનેટ થઈને ઉપડશે.