કરૂણામય ભગવાન શ્રી જગન્નાથજી ચાલુ વરસાદે રથ પર બિરાજમાન થઇ મોરબી વાસી પર કૃપા દ્રષ્ટિ કરી

 

હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર – મોરબી દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી ચાલુ વર્ષાએ આ રથયાત્રા દરમિયાન મોરબી ના અનેક ભક્તો એ ભગવાન ના રથ ની રસી ખેંચી અને દર્શનનો લ્હાવો લીધો. આ રથયાત્રામા ઇસ્કોન અહમદાવાદ અને ઇસ્કોન ભુજના પ્રેસિડન્ટ શ્રીમાન કલાનાથ ચૈતન્ય પ્રભુજી ભક્તો સાથે ઉપસ્થિત થઇ મહા હરિનામ સંકીર્તન કારવ્યું અને શ્રી જગન્નાથ રથયાત્રાની કથાનું મોરબીવાસીઓને રસપાન કરાવ્યું

રથયાત્રા દરમિયાન ભગવાન શ્રી જગન્નથજી ne 56 ભોગ લગાવામાં આવ્યો હતો અને 500 kg ગુંદી પ્રસાદ અને 200kg શીરો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું અને છેલ્લે બધા લોકો મહાપ્રસાદ નો આનંદ પ્રાપ્ત કરીયો  આ રથયાત્રા દરમિયાન ધારાસભ્ય શ્રીમાન દુર્લભજીભાઈ દેથારિયા પણ જોડાયા હતા અને આ સનાતન પરંપરા ને ગામડે ગામડે સુધી પહોંચાડવા સહયોગી બનશે

આ રથયાત્રા સફળ બનાવા હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર – મોરબી સેવામાં પધારેલ સર્વે લોકોનો , પોલીસ કર્મચારીઓ, યુવાશકિત ગ્રુપ-મોરબી, તમામ e-ન્યૂઝ ચેનલ (જેમના થકી સર્વે લોકો આ રથયાત્રાનો લ્હાવો લઇ શક્યા) તેમજ આ રથયાત્રાના તમામ સહયોગી જનોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે

 

Leave A Reply

Your email address will not be published.