

હીરાપર ગામની સીમમાં આવેલ કારખાનાની સિક્યુરીટી ઓફિસમાં રેડ કરી ટંકારા પોલીસે બે પિસ્તોલ અને ૧૧ જીવતા કાર્ટીસ સાથે એક ઈસમને ઝડપી લઈને આર્મ્સ એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા પોલીસ તમી પેટ્રોલિંગમાં હોય દરમિયાન હીરાપર ગામની સીમમાં આવેલ ફ્લોરીમ કારખાનાની સિક્યુરીટી ઓરડીમાં ગેરકાયદેસર હથિયારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ઓરડીમાંથી ગેરકાયદે લાયસન્સ વગર દેશી હાથ બનાવટની મેગ્જીનવાળી પિસ્તોલ નંગ ૦૨ કીમત રૂ ૪૦,૦૦૦ અને જીવતા કાર્ટીસ નંગ ૧૧ કીમત રૂ ૨૨૦૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૪૭,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી રાજીવસિંહ રઘુરાજસિંહ ઠાકોર (ઉ.વ.૪૬) રહે હાલ ફ્લોરીમ કારખાના સિક્યુરીટી ઓરડીમાં તા. ટંકારા મૂળ રહે ઉતરપ્રદેશ વાળાને ઝડપી લઈને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે