ટંકારા: હથીયારના ગુનામાં ૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મોરબી એસઓજી

 

સ્થાનિક સ્વરાજ્યની આગામી ચુંટણીઓને ધ્યાને રાખી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે મોરબી એસઓજી ટીમે મોટી સફળતા મેળવી છે. ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હથિયારબંધીનાં ગુનામાં છેલ્લા ૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

એસ.ઓ.જી. સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટંકારા પોલીસ સ્ટેશનના બી પાર્ટ ગુ.ર.નં. ૦૦૬૨/૨૦૨૩, આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧ બી)એ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી રીયાજખાન ઉર્ફે મુન્નો મેહબૂબખાન ફતેહાનને દબોચી લેવાયો છે. વાંકાનેર બાઉન્ટ્રી પાસે ગરીબ નવાજ ફાર્મ, ભલગામ ખાતે રહેતા આ આરોપીને પકડી પાડી આગળની તપાસ માટે ટંકારા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.

Leave A Reply

Your email address will not be published.