મોરબીના ઝીંઝુડા પાસે બે શખ્સોએ યુવાન પર બેટ વડે હુમલો કર્યો

મોરબીના ઝીંઝુડા ગામથી બોડકી જવાના રસ્તા પર બે અજાણ્યા શખ્સોએ એક યુવાનને આંતરી ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો હતો. આ હુમલામાં યુવાનને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. મોરબી તાલુકા પોલીસે આ મામલે ફરિયાદ નોંધી હુમલાખોરોને પકડવા માટે તપાસ શરૂ કરી છે.

બનાવની વિગત મુજબ, ઝીંઝુડા (સોલંકીનગર) ગામે રહેતા અશોકભાઇ લક્ષ્મણભાઇ અખીયાણી (ઉ.વ. ૨૨) નામના યુવાન ગામથી આગળ બોડકી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ તેમને રોકી, એક આરોપીએ ક્રિકેટ બેટ વડે ફરિયાદીના વાંસાના ભાગે ફટકો મારતા તેઓ મોટરસાયકલ સાથે નીચે પડી ગયા હતા. ત્યારબાદ બંને શખ્સોએ તેમને બેટ વડે જમણા હાથ અને પગના ઢીંચણ પાછળના ભાગે આડેધડ ઘા મારી મૂઢ ઈજાઓ પહોંચાડી હતી અને ગાળો ભાંડી નાસી છૂટ્યા હતા. પોલીસે હથિયારબંધીના જાહેરનામાના ભંગ અને મારપીટનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.