શનાળા રોડ પર બોલેરો ચાલકે ઇલેક્ટ્રિક કારને પાછળથી ઠોકર મારી

મોરબીના વ્યસ્ત ગણાતા શનાળા રોડ પર જી.આઈ.ડી.સી.ના નાકા પાસે એક બોલેરો મેક્સી ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી આગળ જતી મહેન્દ્રા XUV 9E ઇલેક્ટ્રિક કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારના પાછળના ભાગે નુકસાન થયું છે, જેને પગલે કાર ચાલકે બોલેરો ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગતો અનુસાર, રાજકોટના રતનપર ગામે રહેતા દિવ્યરાજસિંહ પ્રકાશસિંહ ચૂડાસમા પોતાની મહેન્દ્રા XUV 9E ઇલેક્ટ્રિક ડેમો કાર લઈને શનાળા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મીડવે કોમ્પ્લેક્સ સામે પાછળથી આવતી બોલેરો મેક્સી ટ્રક નં- GJ-03-BY-1649 ના ચાલક અજરૂદીન ગફારભાઇ જુણાચે પોતાના હવાલા વાળું વાહન પૂરઝડપે ચલાવી કારને પાછળથી ઠોકર મારી દીધી હતી. અકસ્માતમાં કારના બંપર અને ડેકીના ભાગે નુકસાન થયું હતું. પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.