મોરબી : કર્મચારીઓ-શ્રમયોગીઓને મતદાનના દિવસે રજા આપવાની રહેશે  

 

રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરના પત્રક્રમાંક રા.ચ.આ/ચ.ટ.ણ / સ્થા. સ્વ/ ૧૧૦ (૨) ૪૨૦૨૬ .૬ ૧૦૨૮૪ થી ૧૦૪૫૪ તા.૧/૪/૨૬ થી આ સાથેના પત્રકમાં દર્શાવ્યા મુજબની મોરબી મહાનગરપાલિકાની તારીખ 26/04/2026 ને રવિવારના રોજ મતદાન હોય અને રવિવારના વિકલી રજા ન આવતી હોય તેવા કર્મચારીઓને શ્રમિકોને માટે ગુજરાત દુકાન અને સંસ્થા અધિનિયમ ૧૯૪૮ બિલ્ડિંગ અને કન્ટ્રકશન વર્કસ અધિનિયમ ૧૯૯૬ મુજબ મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ ધંધાકીય વેપારી સંસ્થા જેવી કે હોટેલો, હોસ્પિટલો દરેક પ્રકારના મોલ. થિયેટર, વગેરે નાની મોટી ધંધાકીય સંસ્થાઓના કર્મચારીઓ તેમજ શ્રમયોગીઓને મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કોઈ પણ દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતી હોય અને અઠવાડિક રજા ચુંટણીના દિવસ તા. ૨૬/ ૦૪/ ૨૦૨૬ના રવિવાર ના રોજ ન આવતી હોય તેવા કર્મચારી અને કામદાર માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારીઓ અને કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેતી.

આ બાબતની શ્રમિક દ્વારા કોઈ ફરિયાદ કરવાની થતી હોઈ તો તે માટે ૯૨૨૮ ૨૨૦ર૨૯ નો સંપર્ક કરવા નોંધ લેવી

 

 

Leave A Reply

Your email address will not be published.