વાંકાનેર નગરપાલિકામાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસના બે ઉમેદવારો બિનહરીફ

 

આજે ફોર્મ ચકાસણી બાદ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે હજુ ફોર્મ પરત ખેંચવાની કામગીરી બાકી છે ત્યારે વાંકાનેર નગરપાલિકામાં કોંગ્રેસે બે બેઠકો જીતી લીધી છે બે મહિલા ઉમેદવારો બિનહરીફ થયા છે તો હવે બે બેઠક માટે ત્રણ ઉમેદવારો મેદાને છે અને એક ફોર્મ પરત ખેંચાય તો ચારેય બેઠકો બિનહરીફ થઈ શકે છે

 

વાંકાનેર નગરપાલિકા વોર્ડ નંબર ચારમાં ભાજપે ઉમેદવાર ઊભા રાખ્યા નથી કોંગ્રેસે ચાર અને બસપાએ એક એમ પાંચ ઉમેદવારો મેદાને છે જેમાં કોંગ્રેસના મહિલા ઉમેદવારો એકતા હસમુખભાઈ ઝાલા અને અફસાનાબેન ઈરફાનભાઈ પીપરવાડિયા બિનહરીફ થયા છે

 

હવે બે બેઠક માટે કોંગ્રેસના મહમદભાઈ રહેમાનભાઈ રાઠોડ, અશરફ અનવરભાઈ ચૌહાણ તેમજ બસપાના ઝાકીર હુસેન મહમદહનીફ મેસાણીયા મેદાને છે એક ઉમેદવાર ફોર્મ પેટ ખેંચી લે તો ચારેય બેઠક બિનહરીફ થઈ શકે છે હવે એક ફોર્મ પરત ખેંચાય છે કે પછી બે બેઠક માટે કોંગ્રેસ અને બસપા વચ્ચે જંગ જોવા મળે છે તે જોવું રહ્યું

 

Leave A Reply

Your email address will not be published.