વાંકાનેરના રાતાવીરડા ગામેથી ડીગ્રી વિના પ્રેક્ટીસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

 

વાંકાનેરના રાતાવીરડા રોડ પર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને મોરબી એસ ઓ જી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વાંકાનેરના રાતાવીરડા રોડ પર આવેલ રોસા સિરામિક સામે દવાખાનામાં સુરેન્દ્રકુમાર રામનરેશ ગુપ્તા ડોકટરી ડીગ્રીવગર પ્રેક્ટીસ કરતા હોવાનું અને દવાખાનામાં એલોપેથીક દવાનો જથ્થો રાખી બીમાર દર્દીઓની સારવાર કરતા હોવાની બાતમીના આધારે દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે

 

જેમાં સુરેન્દ્રકુમારને ઝડપી પાડી તેની પાસેથી અલગ અલગ કંપનીની દવાઓ જેમાં ટેબલેટ,  સીરપ, ક્રીમ, ઇન્જેક્શન, સ્ફીગ્મો મેનોમીટર, સ્ટે’થોસ્ક્પો અને રોકડ રૂ ૨૦૦૦ સહીત કુલ રૂ ૪૫,૧૦૦ નો મુદામાલ કબજે લઈને આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.