

મોરબી જીલ્લામાં જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા ઉપરાંત ત્રણ નગરપાલિકા ચુંટણી યોજાનાર છે જેમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વાંકાનેર નગરપાલિકામાં પાંચ ફોર્મ પરત ખેંચાયા બાદ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે વાંકાનેર પાલિકામાં વોર્ડ ૦૪ માં કોંગ્રેસની પેનલ બિનહરીફ થઇ છે
વાંકાનેર નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે હવે ૫૬ ઉમેદવારો મેદાને છે માળિયા નગરપાલિકાના ૬ વોર્ડની ૨૪ બેઠક માટે ૭૫ ઉમેદવાર અને ટંકારાના ૬ વોર્ડની ૨૪ બેઠક માટે ૬૦ ઉમેદવારો મેદાને જોવા મળી રહ્યા છે વાંકાનેર પાલિકામાં આજે ૫ ફોર્મ પરત ખેંચાયા છે અને વોર્ડ નં ૦૪ માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો બિનહરીફ થયા છે


