

મોરબીના સાદુળકા ગામની સીમમાં મચ્છુ-૩ ડેમના પાણીમાં ડૂબી જવાથી એક આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત મુજબ, નવા સાદુળકા ગામે રહેતા રમેશભાઇ કેશુભાઇ પરમારનો ૨૦ વર્ષીય પુત્ર ચતુરભાઇ પરમાર ગત રોજ કોઈ કારણસર જુના સાદુળકા સીમમાં મચ્છુ-૩ ડેમમાં ડૂબી ગયો હતો. લાંબી શોધખોળ બાદ યુવાનનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસ દ્વારા યુવાન નદીમાં કઈ રીતે ડૂબ્યો તે દિશામાં વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.


