મોરબી જીલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં ૧૭ ફોર્મ પરત ખેંચાયા, જાંબુડિયા બેઠક બિનહરીફ

 

મોરબી જીલ્લામાં આવતી મોરબી, માળિયા (મી.) ટંકારા. હળવદ અને વાંકાનેર એમ પાંચ તાલુકા પંચાયતમાં આજે કુલ ૧૭ ફોર્મ પરત ખેંચાયા છે અને હવે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે જાંબુડિયા બેઠકમાં ભાજપ ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે

 

મોરબી જીલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં આજે કુલ ૧૭ ફોર્મ પરત ખેંચાઈ ગયા છે હવે મોરબી તાલુકા પંચાયતની ૨૨ બેઠક માટે ૫૭ ઉમેદવાર, હળવદ તાલુકા પંચાયતની ૨૦ બેઠક માટે ૬૧ ઉમેદવારો, માળિયાની ૧૬ બેઠકો માટે ૪૬ ઉમેદવારો, ટંકારાની ૧૬ બેઠક માટે ૪૭ અને વાંકાનેરની ૨૪ બેઠક માટે ૭૬ સહીત કુલ ૨૮૭ ઉમેદવારો મેદાનમાં છે તો જાંબુડિયા બેઠક પરથી ભાજપના સંદીપભા ભૂપતભા ગુઢડા બિનહરીફ વિજેતા થાય છે

Leave A Reply

Your email address will not be published.