મોરબી મહાનગરપાલિકા ચુંટણી : “કોંગ્રેસનું કમીટમેન્ટ” માં શહેરના વિકાસ માટેનું વિઝન જાહેર કર્યું

વોર્ડ દીઠ રમતગમતના નવા ગ્રાઉન્ડ, ઓપન જીમનું વચન, ટ્રાફિક, પાણી અને ગટરના પ્રશ્નો ઉકેલવાનું આપ્યું વચન 

 

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાઈ રહેલી ચુંટણી માટે કોંગ્રેસ દ્વારા કોંગ્રેસનું કમીટમેન્ટ નામથી ચુંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે જેમાં સ્ટ્રીટ લાઈટમાં ૧૦૦ ટકા LED ઉપયોગ, શ્રમિક રત્ન હેલ્પલાઈન શરુ કરવા, શ્રમિકોના બાળકો માટે સારી શાળાઓ, શહેરમાં નવી સીટી બસો જેમાં મહિલાઓ, વિદ્યાર્થીઓ અને સીનીયર સીટીઝનને નિશુલ્ક પરિવહન, યુવાનો માટે વોર્ડ દીઠ રમત ગમતના નવા ગ્રાઉન્ડ, ઓપન જીમ, સ્વીમીંગ પુલ, ક્રિકેટ અને વોલીબોલ જેવી રમતોની સુવિધા, દર મહીને પાલિકાના કામની ખરાઈ કરવા અને ફરિયાદોના નિકાલ માટે જનતા દરબાર, તેમજ શહેરના તમામ મુખ્ય માર્ગો જરૂરિયાત મુજબ પહોળા બનાવશે, નવલખી રોડ અને મહેન્દ્રનગર રોડ પર ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ઓવરબ્રિજ અને અન્ડર પાસ નિર્માણ, પાર્કિંગ સુવિધા માટે મલ્ટી લેવલ પાર્કિંગ અને રીઝર્વ પાર્કિંગ પ્લોટ વ્યવસ્થા ઉભી કરાશે

 

જીલ્લા કોંગ્રેસ પ્રમુખનું અવસાન થતા અનોખી શ્રદ્ધાંજલિ

કોંગ્રેસનું કમીટમેન્ટ નામે શહેરના વિકાસ માટે વિઝન જાહેર કરવામાં આવ્યું છે સાથે જ તાજેતરમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્વ. કિશોરભાઈ ચીખલીયાનું અવસાન થયું છે ત્યારે હું છું કિશોર ચીખલીયા અભિયાન શરુ કરવામાં આવ્યું છે ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરવા સમયે કોઇપણ ઢોલ નગારા વગાડશે નહિ

 

Leave A Reply

Your email address will not be published.