માળિયા-હળવદ હાઈવે પર ટ્રકમાંથી ૨૧ લાખનો ૬૬૭૨ બોટલ દારૂ ઝડપાયો




હળવદ માળિયા હાઈવે પરથી ટ્રકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી ઝડપી લઈને પોલીસે ટ્રકમાંથી ૨૧ લાખની કિમતનો નાની મોટી દારૂની ૬૬૭૨ બોટલનો જથ્થો જપ્ત કરી પોલીસે દારૂનો જથ્થો, ટ્રક અને મોબાઈલ સહીત ૪૦ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે અન્ય ત્રણ ઇસમોના નામો ખુલતા પોલીસે તપાસ ચલાવી છે
માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ માળિયા હાઈવે રોડ પર નવકાર કારખાનાની કટ સામેથી ટ્રક આરજે ૩૬ જીએ ૯૮૫૮ ને આંતરી તલાશી લીધી હતી જે ટ્રકમાંથી દારૂની નાની મોટી અલગ અલગ બ્રાન્ડની ૬૬૭૨ બોટલ કીમત રૂ ૨૧,૦૭,૨૦૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે રોકડ રૂ ૪૦૦૦, ટ્રક કીમત રૂ ૧૯ લાખ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ તેમજ કવરીંગ માટે ઉપયોગમાં લીધેલ ભૂસાની થેલીઓ નંગ ૪૦૦ સહીત કુલ રૂ ૪૦,૧૬,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો
પોલીસે આરોપી ટ્રક ડ્રાઈવર દરિયાવસિંહ લખાસિંહ રાવત રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે માલ મોકલનાર રાહુલ રહે જયપુર તેમજ ટ્રકનો માલિક અને માલ મંગાવનાર વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ ચલાવી છે