મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

મોરબીની યદુનંદન સોસાયટીમાં હાર્ટ એટેક આવતા વૃદ્ધનું મોત

મોરબીની યદુનંદન સોસાયટીમાં ભંગારની ફેરી કરવા ગયેલ શ્રમિક વૃદ્ધનું હાર્ટ એટેક આવતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે

મોરબીના મકરાણીવાસમાં રહેતા નુરમામદ જીવાભાઈ સંધી (ઉ.વ.૭૩) નામના વૃદ્ધ રવાપર રોડ પર યદુનંદન સોસાયટીમાં ભંગારની ફેરી કરવા ગયા હતા ત્યારે એટેક આવતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં જોઈ તપાસી ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા સીટી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબીના સબ જેલ નજીક બીમારી સબબ સાણંદના વૃધ્ધાનું મોત

સબ જેલ નજીક રહેતા ૭૬ વર્ષીય વૃદ્ધા બીમાર હોય અને હોસ્પિટલ લઇ જતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

સાણંદના વતની લીલાબેન નટુભાઈ સોલંકી (ઉ.વ.૭૬) નામની વૃદ્ધા પોતાના ભત્રીજા ભરતભાઈના ઘરે મોરબી સબ જેલ પાસે હતા ત્યારે બીમાર હોવાથી શહેરની ખાનગી હોસ્પિટલ અને બાદમાં રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં બીમારી સબબ વૃદ્ધાનું મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે

 

વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજાણ્યા પુરુષનું બીમારી સબબ મોત

વાંકાનેર બાઉન્ડ્રી નજીક અજાણ્યા પુરુષનું બીમારી સબબ મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી અજાણ્યો પુરુષ આશરે ૪૫ થી ૫૦ વર્ષ વાળો બીમાર હોવાથી ૧૦૮ મારફત ચોટીલા સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે મૃતકની ઓળખ મેળવવા વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.