

ફૂલછાબ સોસાયટીના રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને દબોચી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ફૂલછાબ સોસાયટીના રોડ પર બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા હરેશ અમરશી સુરેલા, સલીમ રહીમ સુમરા, ઇમરાન ઈસ્માઈલ હિગોરજા અને મુસ્તાક ડોસુ પિંજારા રહે બધા વિસીપરા ફૂલછાબ કોલોની વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૨૦૧૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે


