મોરબીમાં શ્રમિકની જાણ બહાર બેંક ખાતામાંથી રૂ ૮૦ હજાર ગાયબ, સાયબર ફ્રોડની ફરિયાદ

 

મોરબીમાં રહેતા શ્રમિક યુવાને પોતાના મોબાઈલમાં ળીઃણ મારફત બેલેન્સ ચેક કરતા બે ટ્રાન્ઝેકશન મારફત રૂ ૮૦ હજારની રકમ તેની જાણ બહાર કોઈએ ટ્રાન્સફર કરી લીધી હતી જેથી યુવાને બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

 

મૂળ બિહારના વતની હાલ મોરબીના વિસીપરા લાયન્સનગરમાં ભાડાના મકાનમાં રહેતા બડેલાલ પ્રસાદ ચંદ્રસેન પ્રસાદ (ઉ.વ.૨૯) નામના યુવાને બે યુપીઆઈ આઈડી ધારકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૮ ઓગસ્ટના રાત્રીના આડા અગિયાર વાગ્યે પોતાના ઘરે હોય ત્યારે મોબાઈલ નંબર પર ઇન્ટરનેટ ચાલુ કરી મોબાઈલ ફોનમાં ગૂગલ પે એપ્લીકેશનમાં બેંક ઓફ ઇન્ડિયા ગોપાલગંજ બિહાર બ્રાન્ચના એકાઉન્ટ નંબર લીંક છે અને ખાતામાં બેલેન્સ ચેક કરવા ગૂગલ પે એપ્લીકેશન ઓપન કરી હતી ખાતામાં કુલ રોકડ રૂ ૩,૩૬,૭૬૬ જેટલી બેલેન્સ હતી

 

જેમાંથી UPI આઈડી ૬૨૧૮૧૫૭૦૯૩૫૯ થી રાકેશ નામના વ્યક્તિએ ફોન્પે આઈડી  દ્વારા રૂ ૫૦ હજાર અને UPI આઈડી ૬૫૮૪૬૧૨૯૬૪૧૮ થી અમજતખાન વાળાએ રૂપિયા ૩૦ હજાર મળીને કુલ રૂ ૮૦,૦૦૦ ખાતામાંથી મેળવી લીધાનું જણાઈ આવ્યું હતું જેથી તુરંત ૧૯૩૦ સાયબર હેલ્પ લાઈન ઉપર ફરિયાદ નોંધાવી હતી યુવાનના બેંક ખાતામાંથી રૂ ૮૦ હજારની ઓનલાઈન છેતરપીંડી થયાની ફરિયાદ નોધાવી છે બી ડીવીઝન પોલીસે બીએનએસ કલમ ૩૧૮ અને આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ ચલાવી છે

 

 

Leave A Reply

Your email address will not be published.