

મોરબીના પ્રેમજીનગર ગામની બજારમાં યુવાનની કારમાં લોખંડ પાઈપ વડે ઘા મારી કાચમાં નુકશાન કરી બે ઇસમોએ યુવાનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
વાંકાનેરના આંબેડકરનગરના રહેવાસી અજયભાઈ વાઘ્જીભું સુમેસરા (ઉ.વ.૩૩) નામના યુવાને આરોપીઓ રોહિત ગીરીશભાઈ ચાવડા રહે મહિકા તા. વાંકાનેર અને અનુભાઈ દેવશીભાઈ પરમાર રહે પ્રેમજીનગર તા. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૭ ના રોજ બપોરે ફરિયાદી અજય પોતાની કાર જીજે ૩૬ એપી ૭૯૨૭ લઈને પ્રેમજીનગર અવેડા પાસે બજારમાં ગયો હતો ત્યારે બંને આરોપીઓએ પાઈપ વડે ડ્રાઈવર સાઈડ કાચમાં નુકશાન કર્યું હતું અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે