મોરબી-વાંકાનેરમાં જુગાર રમતા ૧૨ પત્તાપ્રેમીઓ રોકડ સાથે ઝડપાયા

 

મોરબી અને વાંકાનેરમાં બે સ્થળે રેડ કરી પોલીસે ૧૨ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રકમ જપ્ત કરી છે અને તમામ વિરુદ્ધ જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે વીડી જાંબુડિયા ગામે બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા સિંધાભાઈ ટીલાભાઈ સારલા, મુકેશભાઈ નભાભાઈ સાવડીયા, રમેશભાઈ લાલાભાઈ દેકાવાડીયા, ભરત રામસિંગભાઈ કાંજીયા, મહેશ પરબતભાઈ કાંજીયા અને લાલાભાઈ સવસીભાઈ દેકાવાડીયા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧૭,૮૦૦ જપ્ત કરી છે

 

બીજી રેડ સીટી એ ડીવીઝન પોલીસે રવાપર જુના ગામમાં રામજી મંદિર પાછળ કરી હતી જાહેરમાં જુગાર રમતા જીતેન્દ્ર ડાયાભાઇ ચાડમીયા, લખમણ વાલજીભાઈ માકાસણા, તનસુખભાઈ જેમલભાઈ વાછાણી, ભરત અખાભાઈ સુથાર, રાકેશ જીવરાજભાઈ લો અને સંજય ચતુરભાઈ કાસુન્દ્રા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૨૨,૫૦૦ જપ્ત કરી છે

 

Leave A Reply

Your email address will not be published.